Top
img
“ગુજરાત ઈન્ફોટેક લી.ની સાથે બિઝનેશની ઉજવળ તક”

ભારતની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના  Business Correspondent (BC) બનો અને તમારી આવક વધારો. ગુજરાત ઈન્ફોટેક લિમિટેડ એ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સાથે કરાર કરેલ છે.જેથી હવે ગુજરાત ઈન્ફોટેક લિમિટેડ Business Correspondent ની નિમણૂક કરી શકે છે. જેથી આપ બેન્કિંગ સેવાઓ અને બિઝનેસ માટે સ્ટેટ બેંન્ક ઓફ ઈન્ડિયા વતી બેન્કિંગ વ્યવહારો હાથ ધરી શકશો. કિઓસ્ક બેન્કિંગ તમારા કિઓસ્ક માટે બિઝનેસની વૃદ્ધિ માટેની ઉત્તમ તક છે. હવે તમે દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની એક મીની-શાખા બની જશો.આ સુવીધા ગુજરાત ઈન્ફોટેક લીમિટેડ દ્વારા પુરી પાડવામાં આવશે.

 

SBI કિઓસ્ક બેન્કિંગ આપને નીચે મુજબની સેવાઓ આપશે

·         કેશ ડિપોઝિટ કરવી

·         નાણા – ઉપાડવા

·         SBIમાં એકાઉન્ટ ધરાવનાર વ્યક્તિ બીજી SBI બેન્કની બ્રાન્ચ તેમજ ખાતામાં નાણા જમા કરાવી શકશે.

·         લોન પ્રક્રિયામાં મદદરૂપ થઈ શકશે.

·         પ્રતિદિન રૂ,10,000ની મર્યાદા જમા-ઉધાર માટે દરેક એકાઉન્ટ ધારક માટે લાગુ પડશે.

 

તમે કેવી રીતે  SBI બેન્કિંગના કિઓસ્ક પાર્ટનર બની શકો?

·         ગુજરાત ઈન્ફોટેક લી. તમને CSP  તરીકે નિમણૂક કરશે.તે માટે તમે પણ ગુજરાત ઈન્ફોટેક લી. ને SBI  કિઓસ્ક બેન્કિંગ માટે અરજી કરી શકો છો.

 

સોફ્ટવેર, હાર્ડવેર અને કેટલી જગ્યા જરૂરી છે?

·         લગભગ 200 ચો.ફૂટ જગ્યા હોવી  જોઈએ

·         એક સમયે 5-6 ગ્રાહકો ઊભા રહી સેવા લઈ શકે એટલી જગ્યા હોવી જરૂરી છે.

·         તમારા નિયમિત કારોબાર અને એ જ સમયે હાજર ગ્રાહકો માટે નમ્ર સેવાઓ પુરી પાડવી જરૂરી છે

·         Computer માં ઓછામાં ઓછી 20 GB hard disk હોવી જોઈએ

·         Internet connectivity min 256 kbps, web cam, Speakers, standard printer, scanner.

 

ગામના લોકો કેવા પ્રકારનાં ખાતાઓ ખોલી શકશે ?

 

1. 0 બેલેન્સ એકાઉન્ટ (No-Frills account) જેમા ન્યુનત્તમ બેલેન્સ ના ચાર્જીસ લાગતા નથી.

2. મહત્તમ બેલેન્સ રૂપિયા 50,000 સુધી રાખી શકાય છે. (50,000 થી ઉપરની રકમ ના ટ્રાન્જેકશન લીંક બ્રાન્ચ દ્રારા ઓપરેટ થઇ શકશે. જે બેંકના નિયમ મુજબ છે. )

3. ન્યુનત્તમ બેલેન્સ 0 રૂપિયા છે.

4. પ્રતિદીન મહત્તમ ટ્રાન્જેકશન લીમીટ રૂપિયા 10,000 ખાતા દીઠ રહેશે.

5. ચેક બુક આપવામાં આવતી નથી.

6. એકાઉન્ટ સહી કરીને ખોલવામાં આવતું નથી.માત્ર ઈલેકટ્રોનીક થમ્બ ઈમ્પ્રેસર મશીન દ્રારા ખાતુ ખોલી/ઓપરેટ કરી શકાય છે.

 

CSP કિઓસ્ક બૅન્કિંગ માંથી કેવી રીતે આવક થશે?

 

·         લોન અને મની ટ્રાન્સફર, કેશ ઉપાડી, કેશ ડિપોઝિટ નવા એકાઉન્ટ ખોલીને કમાવો.

 

Gujarat infotech Ltd દ્વારા CSP ને નીચે મુજબની વસ્તુઓ મળશે?

 

·         અંગુઠાની છાપ માટે ઇલેક્ટ્રોનિક બાયોમેટ્રીક  ફિન્ગરપ્રિન્ટ ડીવાઈસ અને સોફ્ટવેર

·         SBI Bank Account ID and Password

·         Software for access to SBI network

·         ગુજરાત ઈન્ફોટેક લિમિટેડ અને SBI  ના લોગો અને તમારું નામ બધુ જ એકજ સાઈન બોર્ડમાં આપવામાં આવશે.